સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ગોંડલની નંદનવન સોસાયટીમાં જુગાર રમતી ૯ મહિલાઓ ઝડપાઇ

જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે રમતા પોલીસ ઝપટે ચડી ગયા

ગોંડલ,તા.૩૧ : ગોંડલ ગુંદાળા રોડ સહજાનંદ એન્ટરપ્રાઇઝ વાળી શેરી મા નંદનવન સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે મહિલાઓ દ્વારા જુગાર રમતો હોય સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા  પુષ્પાબેન ગોરધનભાઇ ભોલા, દમુબેન બાબુભાઇ ભટ્ટી, ભાવીશાબેન સંજયભાઇ વાગડીયા , શર્મીલાબેન મેહુલભાઇ રાદડીયા, નીશાબેન પરેશભાઇ રાયચુરા,.લલીતાબેન નરેન્દ્રભાઇ કોરીયા, હેતલબેન અનુભાઇ ચૈાહાણ, જયશ્રીબેન સુરેશભાઇ ચૈાહાણ , રાજશ્રીબેન અનીલભાઇ રાઠોડ રહે બધા ગોંડલવાળાઓને ઝડપી લઈ રોકડ રૂ.૧૦૦૫૦/-તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલરૂ.૧૩૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:57 am IST)