ગોંડલ-જુનાગઢના બે નાસતા ફરતા આરોપીઓને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
રાજકોટ, તા. ૩૧ : ગોંડલના મારામારી અને જૂનાગઢના દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતાં.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. રાણા તથા સ્ટાફે પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ બાતમીના આધારે ગોંડલના મારામારીના ગંભીર ગુન્હામાં વોન્ટેડ આરોપી ચુની ઉર્ફે ચંદુભાઇ હંસરાજભાઇ બોરડ રે. મુળ દેરડીકુંભાજીને ચોટીલાના જાનીવડલા ગામ પાસેથી દબોચી લઇ ગોંડલ સીટી પોલીસને હવાલે કર્યો હતો.
તેમજ જુનાગઢના બી-ડીવીઝન પોલીસ મથકના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી રાહુલ ઉર્ફે રાજુ નાથાભાઇ મકવાણા રે. જેતપુર, જેતપુરમાં હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી જૂનાગઢ પોલીસના હવાલે કર્યો હતો.
આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. અનિલભાઇ ગુજરાતી, રવિદેવભાઇ બારડ, જયેન્દ્રસિંહ વાઘેલા, દિવ્યેશભાઇ સુવા, નિલેશ ડાંગર, રહીમભાઇ દલ, સંજયભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા તથા નારણભાઇ પંપાણીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.