સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ગોંડલ તાલુકાના ગોમટામાં સીમ જમીન કૌભાંડ અંગે રજુઆત

ગોંડલ તા.૩૧ : ગોંડલ તાલુકાના ગોમટામાં બોગસ રજીસ્ટર દસ્તાવેજ રજુ કરી આચરાયેલાં સીમ જમીન કૌભાંડને રફેદફે કરવાં થઇ રહેલાં પ્રયત્નો અંગે ભદ્રસિહ જીવુભા ગોહીલ દ્વારા મહેસુલ અગ્ર સચિવ તથાં મુખ્યમંત્રીને રજુઆત કરાઇ છે.

રજુઆત માં ભદ્રસિહ ગોહીલે જણાવ્યું કે ગોમટા રેવન્યુ સર્વે નં.૧૫૧/૧ એ ૩-૨૫ ગુઠા સીમ જમીન નોંધ નં.૧૯૭૨ સને ૧૯૮૨ થી પોતાનાં સહીત નાં નામે રેકર્ડ પર ચાલું હતી.આ સીમ જમીન સને ૧૯૮૭ નાં નોંધ નં.૨૪૨૫ થી ઉતરોતર વેંચાણ નાં આધારે રેકર્ડ પર ચાલતાં ખાતેદારો સગીર હોય ખોટાં રજીસ્ટર દસ્તાવેજ રજુ કરી રેવન્યુ અધિકારી ની મીલી ભગત થી રેકર્ડમાં ફેરફાર કરી કૌભાંડ કરાયું હતું.આ અંગે મામલતદાર ગોંડલ તથાં જીલ્લા કલેકટરને દસ્તાવેજી પુરાવા સાથે રજુઆત કરાઇ હોવાં છતાં સત્ય હકિકત છુપાવી કૌભાંડને દબાવવાં પ્રયત્ન થઇ રહ્યા હોય જવાબદારો સામે તપાસ હાથ ધરી પગલાં ભરવાં જણાવાયું છે.

(12:01 pm IST)