સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ગોંડલના વિનુભાઇ વસાણીની ડીઆરયુસીસી સભ્યપદે વરણી

ગોંડલ તા.૩૧ : ભારત સરકાર દ્વારા રેલ્વે બોર્ડ સલાહકાર સમિતિ (ડીઆરયુસીસી) સભ્યપદે અગ્રણી વિનુભાઇ વસાણીની વરણી કરવામાં આવી છે.

તેઓ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે. પુર્વ પ્રમુખ વેપારી મહામંડળ, યુવા ઉપપ્રમુખ ચેમ્બર તેમજ લોહાણા સમાજના પ્રમુખ અને વેપારી આગેવાન, સામાજિક સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. તેમની નિમણુંકને સંસ્થાઓ મિત્રવર્તુળોએ આવકારેલ છે.

(11:58 am IST)