સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ભાવનગરમાં કોરોનાનો કહેર બેના મોત અને ૬૮ કેસો

ભાવનગર, તા.૩૧: જિલ્લામા વધુ ૬૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૭૯૮ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૨૧ પુરૂષ અને ૧૪ સ્ત્રી મળી કુલ ૩૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાના નવા રતનપર ગામ ખાતે ૧.  અધેવાડા ગામ ખાતે ૨.  ભડભડીયા ગામ ખાતે ૩.  માઢીયા ગામ ખાતે ૪. ગારીયાધાર ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના વાળુકડ(દ્યો) ગામ ખાતે ૨, દ્યોદ્યા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧. દ્યોદ્યા તાલુકાના બાડી ગામ ખાતે ૧. દ્યોદ્યા ખાતે ૧, મહુવા ખાતે ૩, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના પાંચવડા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના મઢડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના શેલાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૨, ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૪૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૭૯૮ કેસ પૈકી હાલ ૫૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૧૭૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામાં ગારીયાધર ખાતે ગઇકાલે બે સહિત કુલ અત્યાર સુધીમાં ૪૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:59 am IST)