સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ચોટીલાના ખેરાણા ગામે પાણીમાં ગાડી તણાઇ

વઢવાણ,તા. ૩૧: ચોટીલાના ખેરાણા ગામના રોડ રસ્તા અને કોઝવે ને લઇને અનેક વાર રજૂઆત તેમજ આવેદન પત્ર આપવા છતાં પરિણામ શૂન્ય એક પણ અધિકારી કે રાજકીય લોકો યે મુલાકાત લીધી નથી અને રીપેર કામ પણ કરવામાં આવ્યું નથી, ગામમાં પ્રવેશતા પહેલા જ આવતી પીરવડ નદી અને ચોટીલા થી ખેરાણા તેમજ અન્ય ગામોને જોડતો માત્ર એક જ રસ્તો નાછૂટકે લોકોને અવરજવર કરવી પડે છે.

તા. ૩૦.૮.૨૦ રોજ સાંજના ૫ વાગ્યે ફોરવીલ ગાડી સાથે બે લોકો તણાતા ખેરાણા ગામના યુવાનોએ મહામહેનતે જીવના જોખમે બંને લોકોને બહાર કાઢી અને જેસીબી વડે ગાડી બહાર કાઢી, સધ્નસીબે અઘટિત ઘટના બનતા સહેજ અટકી, જીસીબી મશીન સ્થળ પર હાજર હોવાથી તાત્કાલિક લોકોને બચાવી લેવામાં આવ્યા હવે આ કોઝવે ઉપર કોઈપણ ઘટના ઘટશે તેના માટે પૂર્ણ રૂપે તંત્ર તેમજ સરકાર જવાબદાર રહેશે, જાનમાલની કોઈ પણ નુકસાની થશે તેના માટે સરકારશ્રીએ પૂરેપૂરું વળતર આપવાનું રહેશે. અને આગામી સમયમાં તંત્ર દ્વારા આ ક્રોઝવે પાકો બનાવવામાં આવે તેવી ગ્રામજનો હાલમાં માંગ કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં અનેક વખત રજૂઆતો છતાં પણ આ રોડ અને રસ્તો નવો બનાવવામાં ન આવતા ગામજનોમાં પણ રોષ નો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.

(12:57 pm IST)