સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

પોરબંદર જિલ્લામાં જળાશય સહિત વિસ્તારમાં ૩ાા થી ૮ાા ઇંચ

ગઇકાલે બપોર ર વાગ્યાથી ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો : ૧૬ કલાકમાં ફોદાળા જળાશય ૮ાા ઇંચ, ખંભાળા જળાશય સવા ચાર ઇંચ, પોરબંદર શહેર પોણો ઇંચ, કુતિયાણા સાડા ત્રણ ઇંચ તથા રાણાવાવ અઢી ઇંચ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૧ : જિલ્લામાં ફોદાળા-ખંભાળા જળાશયો વિસ્તાર સહિત સ્થળોએ ગઇકાલે બપોરે ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદ આજે સવાર સુધીમાં ૧૬ કલાકમાં સાડા ત્રણથી સાડા આઠ ઇંચ પડી ગયો હતો. ફોદાળા જળાશય સાડા આઠ ઇંચ, ખંભાળા જળાશય સવા ચાર ઇંચ, પોરબંદર શહેર પોણો ઇંચ, કુતિયાણા સાડા ત્રણ ઇંચ તથા રાણાવાવ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદર શહેરને પાણી પુરૂ પાડતા ફોદાળા અને ખંભાળા જળાશયો વિસ્તારમાં ગઇકાલે ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદ આજે સવાર ૬ વાગ્યા સુધી ચાલુ રહેલ. બન્ને જળાશયોનો ઓવરફલો ચાલુ હોય ગઇકાલે વરસાદ બાદ ઓવરફલો વધી ગયેલ છે.

પોરબંદર જિલ્લામાં ગઇકાલે સવારથી વરસાદી વાતાવરણ રહેલ હતું અને સમયાંતરે હળવા-ભારે વરસાદ ચાલુ રહેલ હતો. બપોર ર વાગ્યે ફોદાળા અને ખંભાળા જળાશય સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી ઁપડેલ હતો. જળાશય સાઇટ ઉપરથી આપેલી વિગતો મુજબ ફોદાળા જળાશય ર૧પ મીમી (૧૭૭પ મીમી) તેમજ ખંભાળા જળાશય ૧૦પ મીમી (૧રર૪ મીમી) બપોરે ર વાગ્યાથી સવારે ૬ સુધીનો નોંધાયેલ છે.

ફોદાળા જળાશયનો ઓવરફલો એક માસથી ચાલુ છે. ગઇકાલે વરસાદ બાદ ફોદાળા જળાશયનો ઓવરફલો વધીને ૩ ફુટ થયેલ છે. ખંભાળા જળાશયનો ઓવરફલો ર૦ દિવસથી ચાલુ છે. આ જળાશયનો ઓવરફલો વધીને દોઢ ફુટ થયેલ છે. ફોદાળા જળાશય વિસ્તારમાં એક દશકા બાદ ગઇકાલે આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે.

જિલ્લા કન્ટ્રોલ મુજબ પોરબંદર ર૦ મીમી (૧ર૮૩ મીમી), રાણાવાવ પ૯ મીમી (૧પ૭પ મીમી), કુતિયાણા ૯૧ મીમી (૧૪૪૬ મીમી), એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ર૭.૩ મીમી. (૧૩૯ર.૯ મીમી) નોંધાયેલ છે.

ઉપરવાસમાંથી ભાદર ડેમના ૧૦ દરવાજા ૭ ફુટ ખોલાતા તેમજ ઓઝત-મીણસર નદીઓના છોડાયેલા પાણીને લીધે આજે પાંચમાં દિવસે ઘેડ પંથકમાં પાણીની આવક ચાલુ છે. કેટલાક ગામો બેટ બન્યા છે. વર્તુ પર ડેમના દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવતા બરડા ડુંગરમાં પણ કેટલાક ગામો બેટમાં ફેરવાય ગયેલ છે.

(1:07 pm IST)