સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

મોરબીના મકનસર ગામે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા ૬ ઝડપાયા

એલસીબીનો દરોડો : મોબાઇલ સહિત ૧ લાખનો મુદ્દામાલ ઝબ્બે

મોરબી તા. ૩૧ : મોરબીના મકનસર નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમાતો હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો કરીને રોકડ અને મોબાઈલ સહીત ૧.૦૬ લાખની મત્તા કબજે લીધી છે.

મોરબી તાલુકાના મકનસર ગામ નજીક તુલસી કોમ્પ્લેક્ષમાં આવેલ ભકિત ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આરોપી દીપક પ્રમોદ મિસ્ત્રી રહે. મોરબીવાળો બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા દીપક પ્રમોદભાઈ સિદ્ઘપુરા રહે મોરબી-૦૨, શૈલેશ ભીમજીભાઈ સનારીયા રહે ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી, વિપુલ રમણીકભાઈ બદ્ર્કીયા રહે. મોરબી-૦૨, કિરીટ નાનજીભાઈ નારળીયા રહે મકનસર, નીલેશ મનસુખ વરાણીયા રહે મોરબી-૦૨ મયુર સોસાયટી અને મહેશ રેવાભાઈ ડાભી રહે. મોરબી-૦૨ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૪૦૦૦ અને છ મોબાઈલ કીમત રૂ ૧૨ હજાર સહીત કુલ રૂ ૧,૦૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

જુગાર રેડમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કણોતરા, ભરતભાઈ મિયાત્રા, દશરથસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, સતીશ કાંજીયા અને દશરથસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી.

(1:08 pm IST)