સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

વંથલીના ટીનમસની સીમમાં લોકો પુરમાં ફસાયા

આ સભ્યોને સીમમાંથી સલામત રીતે ગલીમાં લાવવા હોડી મોકલવા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને રજુઆત માન્ય કરાય

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૧ : ગઇકાલે જુનાગઢ સાહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસયા નદીઓ, તળાવ, ડેમ ઓવરફલો થયા  હતા. દરેક ગામમાં પાણી ભરાયા હતા દરમ્યાન વંથલીના ટીનમસ ગામની સીમમાં પુરના કારણે એકજ પરિવારના આઠ સભ્યો ફસાયાની જાણ જિલ્લા કોંગ્રેસને થતા તેઓએ કલેકટરને આ અંગે તાકિદે આ લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે હોડી મોકલવા રજુઆત કરી હતી.

વંથલી તાલુકાના ટીનમસ ગામે સિમ વિસ્તારમાં ખેડુત પરિવારના આઠ જેટલા સભ્યો પુરના પાણીમાં સિમ વિસ્તારમાં ફસાયેલા છે તે ગામની સીમમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યું છે. તેવા મેસેજ તે ગામના ઉપસરપંચ તરફથી જિલ્લા કોંગ્રેસ ઓફીસે રજુઆત આ અંગેકલેકટરને ટીનમસ ગામે તાત્કાલીક પુરના પાણીમાં ફસાયેલા આઠ જેટલા લોકોને સીમમાંથી સલામતી રીતે ગામમાં લાવવા હોડી મોકલવાનો સંબન્ધિત વિભાગને આપના માધ્યમથી આદેશ કરવા કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

(1:10 pm IST)