સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

દેવભુમિ જિલ્લામાં બે દિ'માં રર કેસઃ નવા ૧૧ કન્ટેન્ટમેન્ટ ઝોનઃ ખંભાળિયાના સેવાભાવી માવાવાળાનું કોરોનાથી નિધન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૧ :  દેવભુમિ દ્વારકા જિલ્લામાં મેઘ સવારી અવિરત ચાલુ છે તેમ દેવભુમિ જિલ્લામાં કોરોના કહેર પણ યથાવત રહયો છે. શનિ-રવિ બે દિવસમાં નવા રર કેસ સાથે ટોટલ ૩૧૮નો આંકડો થયો છે. તો ૧૬ વ્યકિતઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં ગઇકાલે  વ્રજલાલ શામજી ડોડીયા વજુભાઇ માવાવાળાનું જામનગર સારવારમાં મૃત્યુ  નીપજયુ હતુ.

જિલ્લામાં શનિવારે ખંભાળિયામાં ચાર તથા રવિવારે સાત મળીને કુલ ૧૧ કલ્યાણપુરમાં ગઇકાલે એક, દ્વારકામાં શનિ- રવિ ચાર તથા ભાણવડમાં પણ બે દિવસમાં ચાર સાથે બાવીસ નવા કેસ થયા છે.

સંક્રમણનું વ્યાપક થયું

હવે દ્વારકા જિલ્લામાં રોજ નોંધાતા કેસોમાં સ્થાનિક સંક્રમણ વ્યાપક હોય તથા રેવન્યું તલાટીઓ ડોકટરો મેડીકલ સ્ટાફ, રીક્ષાવાળાઓ પોલીસ કર્મીઓ અનાજ કરીયાણા વાળા દુકાનદારો પણ કોરોના પોઝીટીવ આવવા લાગતા સંક્રમણ વાળુ થતું જાય છે.

સીટી સ્કેનમાં રોજ કેસ આવે છે

સ્થાનિક સીટી સ્કેનમાં ખંભાળિયામાં રોજ આઠ દશ કોરોના પોઝીટીવ આવી રહયા છે પણ આમાના પ૦ ટકા તો સરકારી હોસ્પિટલમાં જતા નથી અને હોમ આઇસોલેશન  જાતે બનીને ટ્રીટમેન્ટ કરતા હોવાનું બહાર આવ્યું છે તો ઇમેજીંગમાં કોરોના આવે તેમના ટેસ્ટ એન્ટીજન ટેસ્ટ સરકારીમાં કરાવાય તે નેગેટીવ આવતા તેમને ત્યાં દાખલ ના કરાતા કોરોના મહામારી વધુ ફેલાય તેવી સંભાવના પણ વધી છે.

કન્ટેન્ટમેન્ટ જાહેર સવાસો થયા

દેવભુમિ દ્વારકા જિલલામાં ચાર દિવસમાં ૬૦ દર્દીઓ કોરોાના પોઝીટીવ નીકળતા કન્ટેટમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થઇ રહયો છે.

ખંભાળિયામાં શ્રીજી સોસાયટી, ગગલાણી ફળીમાં વ્રજલાલ ડોડીયાનું ઘર, મોરલી મંદિર પાસે રમણીક સાયાલનું ઘર, નવા પરા વિસ્તાર, ભાટીયામાં કાના જીવા માતંગનું ઘર તથા વિસ્તાર, અનવર કોરલીયાનો ડેલો ગાયત્રીનગર,  સરકારી જુની હોસ્પિટલ, મહાજનસેન વાડી પાસે ભાણવડ, અમીધારા એપાર્ટમેન્ટ માંડવી ચોક ખંભાળિયા સહિતના ૧ર કન્ટેટમેન્ટ ઝોન જાહેર થયા છે.

શારદા હાઇસ્કુલ કન્ટેન્ટમેન્ટમાં

ખંભાળિયામાં બેઠક રોડ પાસે શારદા હાઇસ્કુલ પાસે છાત્રાલયના ગૃહપતિ વેલાભાઇ સતવારાને કોરોના પોઝીટીવ નીકળતા શારદા હાઇસ્કુલના  વિસ્તાર કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

બેસણામાં ગીતો ગાનાર વજુભાઇની જ વિદાય

દેવભુમિ  દ્વારકા જિલ્લામાં કોરોના કહેર યથાવત હોય તેમ ત્રણ દિવસથી ખંભાળિયામાં રોજ એક મોત નીપજી રહયુ છે. જેઠુભાઇ કણઝારીયા, ચંપકભાઇ બારાઇના મોત થયા  ગઇકાલે દરજી આગેવાન તથા સેવાભાવી પ્રૌઢ વજુભાઇ શામજીભાઇ ડોડીયા વજુભાઇ માવાવાળા (ઉ.વ.પ૩) પણ કોરોનામાં એક જ દિવસમાં જામનગર લઇ જઇ સારવારમાં મૃત્યુ નીપજતા ભારે શોકની લાગણી છવાઇ ગઇ હતી.

ગાયત્રી ગરબા મંડળમાં ગરબા તથા શ્રીનાથજીની ઝાંખીમાં રમઝટ બોલાવતા તથા મોરલાનો અવાજ ગળામાં હુબહુ કાઢતા વજુભાઇ સેવાભાવી હતા, ગાયોને લાડવા,  નાખવા,  લોકડાઉનમાં ચા ની સેવા તથા બેસણામાં ઉઠમણામાં પ્રાર્થના સભામાં ધાર્મિક  ભજનોની ભકિતની રસધાર વહેવડાવતા વજુભાઇને કોરોના પોઝીટીવ નીકળતા જામનગર લઇ જવાયા હતા. જયાં સારવારમાં મૃત્યુ નીપજતાં અંતિમ સંસ્કાર પણ જામનગર કરાયા હતા.

જો કે  જામનગર ભારે વરસાદથી અંતિમ સંસ્કારમાં કતારો હોય બપોરના મૃત્યુ પામેલા તેમનો આજે બીજા દિવસે અંતિમ સંસ્કારમાં વારો આવ્યો ગગવલી ફળીના રહીશો ગાયત્રીગરબા મંડળના સંખ્યામાં ભારે શોકની લાગણી છવાઇ છે.

(2:43 pm IST)