સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

કોટડાસાંગાણીમાં વધુ ત્રણ ઇંચ

કોટડાસાંગાણી તા. ૩૧ : કોટડાસાંગાણીમા એક દિવસના વિરામબાદ ત્રણ ઈંચ વરસાદ પડતા ગામની બજારો પાણી પાણી થઈ જવા પામી હતી.. જયારે બસ સ્ટેન્ડ પાસેનુ નાલુ બે કાંઠે વહેવા લાગતા આંબલી નજીક બે ફુટથી વધુ પાણીનો ભરાવો થયો હતો જે ને લઈને વાહન ચાલકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો જયારે ભારે વરસાદના કારણે તાલુકાના ગામોમા બીન રહેણાંક કાચા મકાનોને નુકસાન પણ થવા પામ્યુ છે.

કોટડાસાંગાણી સહીત આસપાસ ગામોમા પડી રહેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમા નુકશાન થઈ રહ્યુ છે.ખેડુતોનો વ્હાલોજ વેરી બનતો હોઈ તે રીતે ભારે વરસાદથી પાક મુરજાઈ જવા લાગ્યો છે.ત્યારે શનીવારના રોજ મેઘરાજાએ દિવસભરના બફારા વચ્ચે દિવસ દરમિયાન સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકિ જવા પામ્યો છે. સાથે ગોંડલી અને વાછપરી ડેમ પણ ઓવરફલો થયેલા હોઈ તદ ઉપરાંત સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા ખરેડાની નદીમા ઘોડાપુર જોવા મળ્યુ હતુ. કોટડાસાંગાણીમા ભારે વરસાદના કારણે બસ સ્ટેશનમા એક ફુટ અને કન્યાશાળાની સામે બે ફુટથી વધુ પાણી ભરાયા હતા.

(2:46 pm IST)