સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

જામનગરમાં આખો દિ' મેઘો વરસ્યોઃ ૮ ઇંચથી પાણી ભરાઇ ગયા

અંતે મ્યુનિ.દ્વારા નહેર ખોલાતા પાણી દરિયામાં જતા પાણી ઉતરતા સવારથી શાંતિઃ સોસાયટીઓ પાણીમાં ડૂબી

સોસાયટીઓમાં પાણીઃ જામનગર શહેરમાં આઠ ઇંચ વરસાદથી પાણી ભરાઇ જતા સોસાયટીઓ પાણીમાં ડુબી ગઇ હતી તેનો પુરાવો આ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરોઃ કિંજલ કારસરીયા-જામનગર)(૯.૧૩)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૧ : જામનગર શહેરમાં ગઇકાલે આઠ ઇંચ વરસાદ આખો દિવસમાં વરસી જતા આખુ શહેર પાણી પાણી થઇ ગયું હતું અને અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા જોેક રાજકોટની જેમજ જામનગરમાં પણ એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. પણ જામનગરમાંં મેઘો વધુ વરસ્યો હતો અને ગતિપણ વધુ રહી છે.

જામનગર જીલલાના ફુલઝર ડેમના ૧૦ દરવાજા પ ફૂટ ખોલાયા છે. તો સીદસરના ઉમિયાસાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફૂટ ખોલયા હોઇ ઉમિયાસાગર ડેમ ઓવરફલો થઇ રહ્યો છે. જેના લીધે વેણુ નદીના પટમાં જવાની મનાઇ ફરમાવાઇ છે. જામજોધપુર પંથકમાં જળાશયોમાંથી પાણી છોડાતા એલર્ટ અપાયું છે. જામનગરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં સાંસદ પૂનમ માડમના બંગલામાં પાણી ઘુસ્યા હતા જેને ફાયરે અનેક વિસ્તારોમાં રેસ્કયુ હાથ ધર્યુ હતું.

જોકે આજે સવારથી પાણી ઓસરી જતા શાંતિ થઇ છે અને મેઘરાજાનો પણ વિરામ રહ્યો છે જો કે વરાપ નિકળી નથી હજુ પણ વરસાદી માહોલ પ્રવર્તે છે.

(2:51 pm IST)