સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ધોરાજી પોલીસે ત્રણ મોટરસાયકલ ચોરીના કેસોનો ભેદ ઉકેલ્યો:મૂદામાલ સાથે શખ્સને ઝડપી પાડીને આગળની કાયવાહી હાથ ધરાઈ

ધોરાજી: ધોરાજી પોલીસે ત્રણ મોટરસાયકલ ચોરી ના કેસો નો ભેદ ઉકેલ્યો મૂદામાલ સાથે શખ્સ ને ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે
 આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી ધોરાજી ના પીઆઇ હકુમતસિહ જાડેજા તથા પોલીસ સ્ટાફે બાતમી ના આધારે બહારપૂરા વાછરાડાડા ના મંદિર પાસે રહેતાં વિજય ઉફે લાલો ઉફે ટીલીલી હરેશભાઈ ઉવ 18 પાસે થી ચોરી કરેલ ત્રણ મોટરસાયકલ મળી આવતાં આરોપી શખ્સ ને મૂદામાલ સાથે ઝડપેલ છે
 આ અંગે ધોરાજી ના પીઆઈ હકૂમત સિહ જાડેજા એ જણાવ્યું હતું કે ધોરાજી માં બાતમી ના આધારે ત્રણ ચોરી કરેલ મોટરસાઈકલ કિમત રૂ 70000 ના મૂદામાલ સાથે આરોપી વિજય ઉફે લાલો ઉફે ટીલીલી હરેશભાઈ ને ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે ધોરાજી,ઉપલેટા,જેતપુર ના મોટરસાઈકલ ચોરી ના વણ શોધાયેલ ગૂના નો ભેદ ઉકેલવામા આવેલ છે

(6:35 pm IST)