સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 31st December 2021

વાકાંનેરના તીથવામાં સ્વયંભુ શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે 'નવચંડી યજ્ઞ'

 વાંકાનેરઃ વાંકાનેરથી દસ કિલોમીટર દૂર તીથવા મા આવેલ પાંચ હજાર વર્ષો પુરાણું પૌરાણિક જગ્યા શ્રી ઉમાં ભંગેશ્વર મહાદેવ મંદિરે ખાતે 'નવચંડી યજ્ઞ' યોજાયેલ જે યજ્ઞમા શ્રી ઉમાં ભંગેશ્વર મહાદેવ મંદિરના મહંત પ.પૂજય સંત શ્રી હરિદાસબાપુ બેઠા હતા આ પ્રંસગે જાણીતા કથાકાર વકતા પ.પૂજય શાસ્ત્રીશ્રી અનિલપ્રસાદજી જોષી, પ.પુ શાસ્ત્રીશ્રી જનકભાઈ મહેતા, અને મોરબીના ડોકટર અને પ્રોફેસર શ્રી ભાવેશભાઈ જેતપરીયા ઉપસ્થિત રહયા હતા જે કથાકાર શ્રી અનિલપ્રસાદજી જોષી ને સાલ ઓઢાડી પુષ્પોમાળા થી શ્રી ઉમાં ભંગેશ્વર મહાદેવ મંદિરના મહંત પુ શ્રી હરીદાસબાપુ અને શ્રી ઉમાં ભંગેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ શ્રી હંસરાજબાપાએ સન્માન કરેલ હતું આ પ્રંસગે પ પુ શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી પી જોષીએ શ્રી ભીમેશ્વર મહાદેવજીની વિશેષ પૂજા કરેલ અને શ્રી ભંગેશ્વર મહાદેવદાદાના દર્શન કરીને શ્રી ઉમિયા માતાજીના દર્શન કરીને શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર જોય પોતાની પ્રસન્નતા વ્યકત કરતા કહેલ કે આ જગ્યા મા નીચે મહાદેવજી અને ઉપર શ્રી ઉમિયા માતાજીનુ મંદિર ખુબ જ સરસ જગ્યા છેં શ્રી ભંગેશ્વર મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી.

(10:41 am IST)