ભાણવડ નજીક અકસ્માત રાણાવાવના યુવાનનું મૃત્યુ
જામખંભાળીયા તા. ૩૧: રાણાવાવ ખાતે રહેતા દેવાભાઇ પરબતભાઇ કોડિયાતર નામના ર૬ વર્ષના યુવાન અમુલ દૂધનું વાહન લઇને કુતિયાણાથી જામનગર તરફ જઇ રહ્યો હતો, ત્યારે કપૂરડી નેસ પાસેથી પસાર થતાં તેમનું વાહન અકસ્માતે રસ્તાની એક તરફ ઉતરી, એક ઝાડ સાથે ટકરાઇ જતાં ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે મૃતકના મોટાભાઇ ભીખાભાઇ પરબતભાઇ કોડિયાતર દ્વારા ભાણવડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુર નજીક વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોઃ આરોપી ફરાર
ભાટીયા ગામે રહેતા અને મૂળ રાણ ગામના માંડણ ભીખા શાખરા નામના મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની રૂા. ૬૮,૮૦૦ ની કિંમતની ૧૭ર બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. આ ઉપરાંત આ સ્થળેથી ર૦ લિટર દેશી દારૂ પણ મળી આવ્યો હતો. પરંતુ આરોપી માંડણ ભીખા આ સ્થળે મળી ન આવતા પોલીસે કુલ રૂપિયા ૬૯,ર૦૦/- નો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
દેવપરા પાસેથી પીધેલોબાઇક ચાલક ઝડપાયો
મીઠાપુર તાબેના દેવપરા વિસ્તારમાં રહેતા મેહુલ માપભા કેર નામના રર વર્ષના યુવાનને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.