સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 31st December 2021

ભાવનગરમાં શાળામાં ઘુસ્યો કોરોના : 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને કોરોના સંક્રમિત

સ્વામીનારાયણ ગુરુકુળનો ધો. 12ના વિદ્યાર્થી અને નૌમીષારણ્ય સ્કૂલમાં ધો. 9નો વિદ્યાર્થી સંક્રમિત :ટાણા પ્રાથમિક સ્કૂલના શિક્ષકને કોરોના વળગ્યો

ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે, આજે 6 કોરોના દર્દીઓ પોઝીટીવ નોંધાયા છે જેમાં  2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોનાની ઝપેટમાં આવ્યા છે

મળતી વિગત મુજબ શહેરના સરદારનગર પાસે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળનો એક વિધાર્થી તથા સિદસર પાસે આવેલ નૈમિષારણ્ય શાળાનો એક વિદ્યાર્થી સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સાથે એક શિક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે.

આજે શહેરમાં 6 નવા કોરોના કેસ નોંધાયા હતા, નવા કેસમાં શહેરમાં 3 પુરુષ અને 3 મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં એકપણ કેસ નોંધાયો નહીં, આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 27 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં 2 દર્દી મળી કુલ 29 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 542 કેસ પૈકી હાલ 29 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 299 દર્દીઓનું અવસાન થયું છે

(10:55 pm IST)