Gujarati News

Gujarati News

  • ગુજરાતમાં રાજકીય નેતાઓ ઉપર પણ કોરોના તૂટી પડયો : રાજયમાં ૨૦ ધારાસભ્‍યો, ૪ સંસદ સભ્‍યો, બે પ્રધાનો, એક ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને ૭૦ બીજા રાજકીય નેતાઓને અત્‍યાર સુધીમાં કોરોના પોઝિટિવ વળગી ચૂક્‍યો છે. (ન્‍યુઝફર્સ્‍ટ) access_time 6:03 pm IST

  • બીજેપીનું આઇટીસેલ ખતરનાક થઇ ચુકયું છે : વ્યકિતગત હુમલા કરાવી રહયું છેઃ સુબ્રમણ્યમ સ્વામી : કેટલાક સભ્યો ફેક આઇડીથી નીશાન સાધી રહયા છે :બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહયું છે કે બીજેપીનું આઇટી સેલ ખતરનાક થઇ ચુકયું છે અને તેના કેટલાક સભ્યોએ ફેક આઇડીથી તેના પર વ્યકિતગત હુમલા કરી રહયા છે. સ્વામીએ કહયું હું નજર અંદાજ કરી રહયો છું. પરંતુ બીજેપીએ તેને બરતરફ કરવા જોઇએ. બીજેપી આઇટી સેલના પ્રમુખ અનિલ માલવીય છે. એક માલવીય નીચતાના દંગા કરાવી રહયા છે. આપણે મર્યાદા પુરૂષોતમની પાર્ટી છીએ... રાવણ/ દુશાસનની નહિ. access_time 2:40 pm IST

  • અમદાવાદ ભાજપના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્નિને પણ કોરોના પોઝીટીવ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ access_time 5:29 pm IST