Gujarati News

Gujarati News

સરધારમાં એમપીના મજૂર વીરસીંગને વતનમાં થયેલા જમીનના ડખ્ખામાં બે પિત્રાઇએ પથ્થર મારી પતાવી દીધો'તોઃ ભેદ ખુલ્યો: ગત સાંજે થયેલી હત્યા-હત્યાના પ્રયાસની ઘટનાનો ભેદ કલાકોમાં ઉકેલાયોઃ ઘરના જ ઘાતકી નીકળ્યા : ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસની ટીમે હત્યાનો ભોગ બનનાર વીરસીંગના કાકાના દિકરાઓ કમલસીંગ ઉર્ફ કમલેશ શિંગાળ અને રમલેશ ઉર્ફ રમેશ શિંગાળને સરધાર નજીકથી દબોચી હત્યામાં વપરાયેલા પથ્થરો કબ્જે કર્યા : ડીસીબીના નગીનભાઇ ડાંગર અને અમીતભાઇ અગ્રાવત તથા આજીડેમના જયપાલભાઇ બરાલીયાની બાતમી પરથી બંને આરોપી વતનમાં ભાગી જાય એ પહેલા પકડી લેવાયા : બે દિવસ પહેલા માથાકુટ થતાં વીરસીંગે બે પિત્રાઇ ભાઇઓને ગાળો દીધી'તીઃ ગઇકાલે વીરસીંગ ઓચીંતો ભેગો થતાં ઝઘડો થયો ને પથ્થર ફટકારી દીધાઃ બાળકને અકસ્માતે પાણો લાગી ગયો'તો access_time 2:43 pm IST

સરધારની સીમમાં એમપીના મજૂર વીરસીંગની પથ્થરથી માથું છૂંદી ભેદી હત્યાઃ બે વર્ષનો પુત્ર સચીન ગંભીર: ૨૭ વર્ષનો વીરસિંગ પુત્રને સાથે લઇ રાજકોટ સાળા પાસેથી કપડા લઇ પરત આવતો'તો ત્યારે હરિપર રોડ પર ઢાળી દેવાયો : મજૂરની ઘટના સ્થળે જ લોથ ઢળીઃ તેના પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયોઃ હત્યાનો ભોગ બનનારની પત્નિ જાનુના બીજા લગ્ન છેઃ રહસ્ય ઉકેલવા આજીડેમ પોલીસની મથામણઃ વીરસીંગ બે વર્ષથી સરધાર રહી મજૂરી કરતો'તો : આજીડેમ પોલીસે એક હત્યાની તપાસ પુરી કરી ત્યાં બીજી હત્યા જાહેર થઇ હત્યાનો ભોગ બનનાર વીરસિંગનો મોબાઇલ સ્વીચ ઓફ અને ગાયબ વીરસીંગને છેલ્લે તેના ભાઇ કમરૂ સાથે ફોનમાં વાતચીત થઇ હતી access_time 11:01 am IST