Gujarati News

Gujarati News

જામનગર જીલ્લામાં કોરોના પોઝીટીવ સૌથી નાનુ બાળક એક વર્ષનું હતું : એક વર્ષમાં ૫૧ નવજાત બાળકોની સર્જરી : ૮ હજાર નવજાત બાળકોને જન્‍મ સમયે સારવાર : ગંભીર તકલીફો માટે દાખલ ૩ હજાર નવજાત શિશુઓને ઇન્‍ટેન્‍સિવ કેર અપાઇ : બાળકોના માતા-પિતા બનીને સારવાર કરતા બાળરોગ નિષ્‍ણાંત તબીબો : બાળકોને દત્તક આપવાની કામગીરીમાં બાળરોગ નિષ્‍ણાંતો દ્વારા થતી વિશેષ કામગીરી : સરકારી કોવિડ હોસ્‍પિટલમાં ૧૨ વર્ષ સુધીના ૩૬ બાળકોને સારવાર અપાયા બાદ સ્‍વસ્‍થ થયા : શ્વાસની બિમારી ધરાવતા ૨૧૧ ગંભીર બાળકોને પણ સારવાર અપાઇ : થેલેસેમિયા ગ્રસ્‍ત ૩૦૦થી વધુ બાળ દર્દીઓનું વિનામૂલ્‍યે કરાતુ બ્‍લડ ટ્રાન્‍સ્‍ફયુજન access_time 1:41 pm IST

  • અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ : અમેરિકાના ઓન્ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્ટો, ન્યુ યોર્ક હેમિલ્ટન, વિન્ડસર-આઇસેકસ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. access_time 1:26 pm IST

  • ૨૨થી વધુ વ્હીલવાળો મહાકાય ટ્રક પુલ નીચે ખાબકયો : રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપરના બગોદરા નજીક આવેલ પુલ ઉપરથી આજે બપોરે એક મહાકાય ટ્રકના ચાલકે અચાનક બેલેન્સ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબકયો હતો : સદ્દનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી : હાઈવે ઉપરના વાહન ચાલકોએ તુરંત જ પોતાની ગાડીઓ થંભાવી અને ટ્રક ચાલક પાસે પહોંચી ગયા હતા પરંતુ ટ્રકચાલકને પણ કોઈ મોટી ઈજા થઈ ન હતી, દરમિયાન આસપાસના લોકોએ માર્ગ ઉપર સેફટીના સાધનો મૂકી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો. access_time 4:25 pm IST

  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST