Gujarati News

Gujarati News

બોટાદમાં રાજ્‍યકક્ષાના પ્રજાસત્તાક પર્વની આચાર્ય દેવવ્રતજી અને ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં ઉજવણી: રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પરેડ નિરીક્ષણ કર્યું : ૨૮ વિવિધ પ્‍લાટુનના ૯૨૦ જેટલા જવાનોએ શિસ્‍તબધ્‍ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી : વાયુદળના હેલિકોપ્‍ટર દ્વારા ધ્‍વજવંદન સમયે પુષ્‍પવર્ષા કરીને તિરંગાને સન્‍માન આપવામાં આવ્‍યું : બોટાદની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓએ વીરરસથી ભરપૂર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા : ડોગ શો, અશ્વ જવાનો અને બાઇકસવાર જવાનોના સ્‍ટંટ, મહિલા પોલીસકર્મીઓની રાઇફલ ડ્રીલ, મલખમ સહિતના કરતબો જોઇને બોટાદવાસીઓ મંત્રમુગ્‍ધ થયા : બોટાદ ખાતે રંગેચંગે અને ઉમંગે યોજાયો પ્રજાસત્તાક પર્વ રાજ્‍ય મહોત્‍સવ access_time 3:39 pm IST

ધ્રોલ ભુચરમોરી ખાતે જિલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ: -કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઇ તેમજ વિવિધ વિભાગના 13 ટેબ્લો પ્રદર્શિત કરાયા : વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જામનગર જિલ્લાના વ્યક્તિઓ/સંસ્થાઓનું સન્માન કરાયું : મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું -ગુજરાતમાં આ વર્ષે જી-20 સમિટ યોજાવાથી ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળશે :વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જામનગરની મુલાકાત લઈ કરોડના વિકાસ કાર્યોની ભેટ જિલ્લાને આપી છે: આપણા બંધારણમાં રાજ્ય કલ્યાણની સ્થાપનાનો ઉદ્દેશ રખાયો છે. access_time 7:17 pm IST