Gujarati News

Gujarati News

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી 'સેપ્ટિક શોક'માં : આર્મી હોસ્પિટલે કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મેડિકલ કન્ડિશન વધુ બગડી છે. તેઓ ફેફસાના ઇન્ફેકશનને લીધે 'ડીપ શોક'માં ચાલ્યા ગયા છે. સ્પેશિયાલિસ્ટોની ટીમ તેમને સારવાર આપી રહી છે. તેઓ સતત ડીપ કોમામાં અને વેન્ટિલેટર સપોર્ટ ઉપર છે access_time 12:55 pm IST

  • રાજ્યસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની ઓફિસના આઠ સભ્યોને એક સાથે કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે. આજે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને તેમના પુત્ર અને પુત્રીને પણ કોરોના પોઝિટિવ આવતા અભયભાઈ અને તેમના પુત્ર અંશને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. access_time 7:15 pm IST

  • સરહદે ઉપર ચીની આક્રમણઃ મડાગાંઠ ઉકલે તેમ નથીઃ લાઈન ઓફ કન્ટ્રોલને પશ્ચિમ તરફ ધકેલી રહેલી ચીની ડ્રેગન : સરહદ ઉપર ચીનાઓનું આક્રમણ ચાલુ જ છેઃ પૂરતા પ્રમાણમાં સૈન્ય ખડકી દીધું છેઃ નજીકના ભવિષ્યમાં મડાગાંઠ ઉકેલાય તેવી કોઈ સંભાવના નથીઃ ડીફેન્સ વર્તુળોને ટાંકી ન્યુઝ ફર્સ્ટનો અહેવાલઃ સંરક્ષણ વર્તુળો વધુમાં કહે છે કે ચાઈના 'લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ'ને મજબૂતાઈથી પશ્ચિમ તરફ ધકેલી રહેલ છે access_time 4:09 pm IST