Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગોંડલના સિનિયર પત્રકાર જીતુભાઇ આચાર્યના આંગણે લગ્નોત્‍સવઃ લાડકવાયી ભત્રીજીના શુભલગ્ન

ચિ.પારિષા : ચિ.જય : ચિ.હરપ્રિતને યજ્ઞોપવિત સંસ્‍કાર

ગોંડલઃ ગોંડલ નિવાસી અ.સૌ.નેહાબેન તથા અલ્‍પેશભાઈ રમેશભાઈ આચાર્ય (શક્‍તિ ફાઇનાન્‍સ)ની સુપુત્રી તથા  મહીલા કોલેજના ચેરમેન અર્પણાબેન તથા પત્રકાર જીતુભાઇ આચાર્યની લાડકવાયી ભત્રીજી ચિ.પારિષાનાં શુભલગ્ન ગોંડલ નીવાસી અ.સૌ.લીનાબેન તથા ગોપાલભાઈ ટોળીયા (પ્રમુખ વેપારી મહામંડળ)ના સુપુત્ર તથા ટોળીયા ન્‍યુઝવાળા રાજુભાઈ ટોળીયાના ભત્રીજા ચિ.જય સાથે તા.૧૧ રવિવારના રોજ નિર્ધાર્યા છે.

આચાર્ય પરિવારને આંગણે કંકુ ઝરતા અમુલ્‍ય અવસરોમાં સાંજીના ગીત તા.૯ને ગુરુવારે સાંજે પાંચ કલાકે નિવાસ સ્‍થાન સહજાનંદ નગર ખાતે રખાયા છે. પરિણયની પાવન ભુમી રિવર સાઇડ પેલેસ ખાતે મંડપ મુહુર્ત તા.૧૦ શુક્રવાર સવારે આઠ કલાકે રખાયુ છે.લગ્નોત્‍સવ સાથે અ. સૌ.નેહાબેન તથા અલ્‍પેશભાઈના સુપુત્ર ચિ.હરપ્રિતને યજ્ઞોપવિત સંસ્‍કાર તા.૧૦ શુક્રવાર સવારે ૧૦ કલાકે કાશીયાત્રા બપોરે ત્રણ કલાકે, રાસ ની રમઝટ તા.૧૦ શુક્રવાર રાત્રે નવ કલાકે,જાન આગમન તા.૧૧ શનીવાર સાંજે ૬ કલાકે,હસ્‍ત મેળાપ રાત્રે ૯ કલાકે તથા ભોજન સમારંભ તા.૧૧ શનીવાર સાંજે ૭ કલાકે રખાયા છે.રુડા અવસરે આમંત્રિતોને પધારવા જીતુભાઇ આચાર્ય, અલ્‍પેશભાઈ આચાર્ય, મયુરભાઈ આચાર્ય, હરપ્રિત આચાર્ય, જયાદિત્‍ય આચાર્ય, રાજવીર આચાર્ય તથા આચાર્ય પરીવારે નિમંત્રણ પાઠવ્‍યા છે.

(11:13 am IST)