Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વિસાવદરના પત્રકાર યાસીનભાઇ બ્લોચના આંગણે સુપુત્રી અફસાનાબાનુની શાદીનો ઉત્સવ સંપન્ન

વિસાવદર તા. ૧૧ : અહીંના જાણીતા પત્રકાર યાસીનભાઇ દોસ્ત મોહંમદ બ્લોચના સુપુત્રી અફસાનાબાનુની નિકાહ જીકાભાઇ તરીકે ઓળખાતા લાલપુર નિવાસી જનાબ મહમદ હુસૈન જલાલભાઇ બ્લોચના સુપુત્ર રફીક સાથે આજે ગુરૂવારે સવારે સંપન્ન થયેલ છે. આ સમગ્ર પ્રસંગ લુહાર સમાજની વાડી (ગાયત્રી પ્લોટ, રેલ્વે સ્ટેશન સામે) વિસાવદર ખાતે યોજાયો હતો. આ તકે વિવિધ સ્તરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, સ્વજનો સહિતના આપ્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લોચ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:32 am IST)