Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ચિ. શ્રેયા - ચિ. પૌર્વિક

જુનાગઢના સંજયભાઇ શેઠ અને મેહુલભાઇ ભાસ્‍કર પરિવારમાં હર્ષોલ્લાસ : શુભ લગ્નોત્‍સવ

રાજકોટ : શ્રીનાથજી બાવાની પરમકૃપા સાથે જૂનાગઢ નિવાસી શ્રી ગોવિંદભાઇ અમૃતલાલ શેઠ તથા શ્રીમતિ ગીતાબેનની પૌત્રી અને શ્રી સંજયભાઇ ગોવિંદભાઇ શેઠ તથા શ્રીમતિ પ્રીતિબેનની સુપુત્રી તથા ભાઇ જોશ સહિત સમગ્ર પરિવારની લાડલી ચિ. શ્રેયા ના શુભ લગ્ન શ્રી ભાસ્‍કરભાઇ ધીરજલાલ ઉપાધ્‍યાય અને શ્રીમતિ જાહન્‍વીબેનના પૌત્ર અને શ્રી મેહુલભાઇ ભાસ્‍કરભાઇ ઉપાધ્‍યાય તથા શ્રીમતિ અલ્‍કાબેનના લાડકવાયા પુત્ર - ચિ. પૌર્વિક સાથે આગામી તા. ૨૩ જાન્‍યુઆરી રવિવારે, પોષ વદ પાંચમના શુભ દિવસે નિરધાર્યા છે.
શ્રી ગોવિંદભાઇ અમૃતલાલ શેઠ, શ્રીમતિ ગીતાબેન તથા શ્રી વનમાળીદાસ અમૃતલાલ શેઠ, શ્રીમતિ નિર્મળાબેન અને સમગ્ર પરિવાર મહેમાનો, કુટુંબીજનો, સ્‍નેહીઓ, અગ્રણીઓની આગતા - સ્‍વાગતા અને લગ્નોત્‍સવ માણવા ભાવપૂર્વક ખૂબ જ ઉત્‍સુક છે. અકિલા પરિવાર અને ઓંધિયા પરિવારે નવદંપતિને શુભેચ્‍છા સહ આશિર્વાદ પાઠવ્‍યા છે.
આ પ્રસંગે શનિવારે તા. ૨૨ના રાત્રે સંગીત સંધ્‍યાનું સુંદર આયોજન કર્યું છે. હસ્‍તમેળાપ રવિવારે રાત્રે ૮ વાગ્‍યે શુભમુહૂર્તમાં સંપન્‍ન થશે.

 

(11:40 am IST)