Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અકિલાના પત્રકાર-એડવોકેટ રાજભા ઝાલા પરિવારમાં ઢોલ ઢબુકયા

પુત્ર જયદેવસિંહ રાજેન્દ્રસિંહ અને ભત્રીજા અજયસિંહ અનિરૂદ્ધસિંહનો શુભ લગ્નોત્સવ

રાજકોટઃ. ગામ ગુંદાળા (ગોંડલ) હાલ રાજકોટ શ્રી રાજેન્દ્રસિંહ(રાજભા) હેમુભા ઝાલા (પત્રકાર-અકિલા, એડવોકેટ)ના સુપુત્ર જયદેવસિંહના શુભલગ્ન મૂળ પડાણા હાલ આમરણ નિવાસી શ્રી સુખદેવસિંહ અભેસિંહ જાડેજાના કુંવરી સૌ.કા. ચિ. ઋત્વિબા (રીનાબા) સાથે જ્યારે નાના ભાઈ શ્રી અનિરૂદ્ધસિંહ હેમુભા ઝાલાના પુત્ર ચિ. અજયસિંહના શુભલગ્ન મૂળ ચાંદલી હાલ જામનગર નિવાસી શ્રી યોગેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાના કુંવરી સૌ.કા. ચિ. મેહાબા સાથે તા. ૨૩-૧-૨૦૨૨ને રવિવારના શુભ દિવસે નિરધાર્યા છે. ઝાલા પરિવારમાં હરખની હેલી ઉતરી છે. આ શુભ પ્રસંગે તા. ૨૨ને શનિવારે સાંજે ૬ કલાકે બંધન પાર્ટીપ્લોટ ખાતે દાંડીયા રાસ યોજાયા છે. હસ્ત મેળાપ તા. ૨૩-૧-૨૦૨૨ને રવિવારે સાંજે ૬.૩૦ કલાકે બંધન પાર્ટીપ્લોટ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે યોજાયો છે. (મોબાઈલ નં. ૯૦૬૭૯ ૭૨૬૭૨, ૯૩૨૮૩ ૯૦૦૦૧)

(2:40 pm IST)