Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

રાજકોટ મોકરીયા પરિવારમાં શુભ લગ્ન ચિ. મીરા : ચિ. સુખદેવ

જુનાગઢઃ રાજયસભાના સાંસદ રામભાઇ હરજીભાઇ મોકરીયાના મોટાભાઇ જુનાગઢ નિવાસી શ્રી ખીમજીભાઇ હરજીભાઇ મોકરીયા અને અ.સૌ. લાભુબેનની સુપુત્રી ચિ. મીરાના શુભ લગ્ન ભોદ નિવાસી લાલજીભાઇ લીલાભાઇ જોષી અને અ.સૌ. હીરીબેનના સુપુત્ર ચિ. સુખદેવ સાથે તા. ર૮ ને શનિવારના રોજ મારૂતી ફાર્મ કૃષ્‍ણનગર કણકોટ કાલાવડ રોડ રાજકોટ ખાતે નિરધારેલ છે. તેમજ તા. ર ફેબ્રુઆરીના રોજ જાુનાગઢ ખાતે આ શુભલગ્ન પ્રસંગે ક્રિષ્‍ના ફાર્મ ગ્રીનસીટી પાસે ઝાંઝરડા બાયપાસ રોડ સાંજે ૭ કલાકથી ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે.

(2:04 pm IST)