Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પત્રકાર પરેશ દવે અને ગીતાંજલી ગ્રુપ ઓફ કોલેજીસના શૈલેષ જાની પરિવારમાં લગ્નોત્સવની શરણાઇઓ

મહેંદી લગાકે રખના, ડોલી સજા કે રખના, લેને તુજે ઓ ગોરી આએંગે તેરે સજના...

વાહ વાહ રામજી જોડી ક્‍યા બનાયી, શેમલ ઔર હિમાની કો બધાઇ હો બધાઇ

રાજકોટ : શહેરના સુપ્રસિધ્‍ધ પત્રકાર શ્રી પરેશ પ્રિયવદનભાઇ દવેના આંગણે કુળદીપકના લાડલાના લગ્નોત્‍સવના ઢોલ વાગ્‍યા છે. શ્રીમતી હીનાબેન તથા શ્રી પરેશભાઇ દવેના સૂપૂત્ર ચિ. શેમલના શુભલગ્ન શ્રીમતિ રશ્‍મિબેન તથા શ્રી શૈલેષભાઇ મૂળશંકરભાઇ જાની (ગીતાંજલી કોલેજ ગ્રુપ)ની સૂપૂત્રી ચિ. ડો. હિમાની સાથે તા. ૨૭ જાન્‍યુઆરી શુક્રવારે કલાસિક પાર્ટી પ્‍લોટ, અવધ રોડ, રાજકોટ ખાતે નિર્ધારેલ છે. હસ્‍તમેળાપ સાંજે ૬.૨૧ વાગ્‍યે રાખેલ છે.

દવે પરિવાર દ્વારા નવદંપતીનો સત્‍કાર સમારંભ તા. ૨૮ શનિવારે રાત્રે ૮ વાગ્‍યે ધી સીઝન્‍સ હોટલ, અવધ રોડ, કાલાવાડ રોડ પાસે યોજાનાર છે.

ચિ. શેમલ અને ચિ. ડો. હિમાનીના શુભલગ્ન નિમિતે આવતીકાલે તા. ૨૫મીએ બુધવારે સાંજે ૭.૩૦ વાગ્‍યે રૂષભ વાટિકા પાર્ટી લોન્‍સ, બીજો રીંગ રોડ, કટારિયા શો-રૂમ નજીક સંગીત સંધ્‍યા રાખેલ છે. તા. ૨૬મીએ સાંજે ૫ વાગ્‍યે સગાઇ પ્રસંગ અને ૮.૩૦ કલાકથી નિમંત્રિતો માટે સાંઇરામ દવેનો કાર્યક્રમ સાહિત્‍યની સરગમ સાંઇરામ સંગાથે તે જ સ્‍થળે યોજાયેલ છે.

(11:46 am IST)