Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રામભાઇ મોકરીયાના ભત્રીજીનાં શુભલગ્નઃ ચિ.મીરા : ચિ.સુખદેવ

રાજકોટઃ જુનાગઢ નિવાસી અ.સૌ. લાભુબેન તથા શ્રી ખીમજીભાઇ હરજીભાઇ મોકરીયાના સુપુત્રી તથા રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા અને અ.સૌ.શોભનાબેન રામભાઇ મોકરીયાના ભત્રીજી ચિ. મીરાના શુભલગ્ન તા.ર૮ને શનીવારે ભોદ નિવાસી અ.સૌ. હીરીબેન તથા શ્રી લાલજીભાઇ લીલાભાઇ જોષીના સુપુત્ર ચિ. સુખદેવ સાથે નિરધારેલ છે.

આજે તા.ર૭ ને શુક્રવારે સવારે ૯ વાગ્‍યે મંડપ મુહુર્ત, સાંજે ૭ વાગ્‍યે દાંડીયારાસ, કાલે તા. ર૮ ને શનીવારે સાંજે પ વાગ્‍યે જાન આગમન, સાંજે ૭.૪પ વાગ્‍યે હસ્‍તમેળાપ મારૂતી ફાર્મ કૃષ્‍ણનગર, કણકોટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

આમંત્રીતો માટે ભોજન સમારંભ તા.ર૮ ને શનીવારે સાંજે ૭.૩૦ વાગ્‍યે મારૂતી ફાર્મ કૃષ્‍ણનગર, કણકોટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા સ્‍વ. હરજીભાઇ જીવાભાઇ મોકરીયા, સ્‍વ.ગંગાબેન હરજીભાઇ પરીવારના રાજયસભાના સાંસદ રામભાઇ હરજીભાઇ મોકરીયા અ.સૌ. શોભનાબેન રામભાઇ મોકરીયા, ભાણજીભાઇ હરજીભાઇ મોકરીયા અ.સૌ. ગીતાબેન ભાણજીભાઇ મોકરીયા, અજયકુમાર રામભાઇ મોકરીયા અ.સૌ. વિધીબેન અજયકુમાર મોકરીયા, મૌલીકભાઇ રામભાઇ મોકરીયા અ.સૌ.શૈલીબેન મૌલીકભાઇ મોકરીયા, વિવેક ખીમજીભાઇ મોકરીયા કુ.વિધિ રાજેશભાઇ પોરીયા, આનંદ ભાણજીભાઇ મોકરીયા અ.સૌ. મિતલબેન આનંદભાઇ મોકરીયા, રાજેશકુમાર વ્રજલાલ પોરીયા અ.સૌ. નેહાબેન રાજેશકુમાર પોરીયા, જીગરકુમાર દેવજીભાઇ જોષી, અ.સૌ. આરતીબેન જીગરકુમાર જોષી, રવિકુમાર પરસોતમભાઇ જોષી, અ.સૌ. પુજાબેન રવિકુમાર જોષી, રમાબેન રામજીભાઇ જોષી, ધ્‍યાન, આર્યા, ધ્‍યાના, માનવ, મિષ્‍કા, પુન્‍ય, સહીત મોકરીયા પરીવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

(11:54 am IST)