Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

'પરીન' પરિવારના આંગણે શુભપ્રસંગ

રાજકોટઃ રાજકોટ સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર દેશમાં અપાર નામના ધરાવતા મે.પરીન ફર્નીચર લીમીટેડ, પરિન મોટર્સ, પુનમ ફર્નીચર, પ્રીન્સ ફર્નીચર અને પર્લ ફર્નીચર પ્રા.લી. પરિવારના સ્વ.શ્રી દિપેશભાઇ નંદાણી અને સ્વ.શ્રીમતી ચાંદનીબેન નંદાણીના સુપુત્ર ચિ.દેવેનના શુભલગ્ન શ્રી મુકેશભાઇ સચદેવ અને શ્રીમતી માધવીબેન નંદાણીના સુપુત્રી ચિ. નિધિ સાથે તા.૧૬ નવેમ્બર, મંગળવારે રાજકોટ ખાતે નિરધાર્યા છે.

સ્વ. શ્રી ધીરજલાલભાઇ નંદાણી અને શ્રીમતી ઇન્દિરાબેન નંદાણી પરિવારના સદસ્યો, પરીવારના વડીલ અને રઘુવંશી સમાજના અગ્રણી તથા જાણીતા ઉદ્યોગપતિશ્રી ઉમેશભાઇ નંદાણી અને શ્રીમતી નેહાબેન નંદાણી, શ્રી પરીનભાઇ નંદાણી અને શ્રીમતી પુજાબેન નંદાણી, શ્રી દર્શીલ નંદાણી અને ડો. દેવશ્રી નંદાણી, ડો. જય નંદાણી, શ્રી યુવરાજ નંદાણી સહિતના પરિવારજનો મહેમાનોને ઉમળકાભેર આવકારવા પુરી તૈયારીઓ કરી રહયા છે.

(5:14 pm IST)