Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

૧૧ એપ્રિલથી શરૂ થશે આઈપીએલની ૧૪મી સીઝન?

ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પૂરી થયા બાદ ખેલાડીઓને કવોરેન્ટાઈન કરાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૪મી સીઝન માટે આયોજકોએ તૈયારી શરૂ કરી દીધી છે. ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા બાદ મિની ઓકશન માટેની તા.૧૮ ફેબ્રુઆરી નકકી થઈ ગઈ છે. એવામાં બીસીસીઆઈ નજીકના દિવસોમાં સત્તાવાર રીતે આઈપીએલની તારીખ જાહેર કરી શકે છે. હાલમાં એવી ધારણા વ્યકત કરવામાં આવી રહી છે કે બીસીસીઆઈ ૧૧ એપ્રિલથી આઈપીએલની આગામી સીઝન શરૂ કરી શકે છે. આઈપીએલ ૨૦૨૧ના આયોજન માટે ગવર્નિંગ કાઉન્સિલ ૧૧ એપ્રિલ અસ્થાયી તારીખ તરીકે નકકી કરી શકે છે, જેના પર હજી સત્તાવાર રીતે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. ઈંગ્લેન્ડ સાથે ભારતની  સિરીઝ ૨૮ માર્ચે સમાપ્ત થશે અને ત્યારબાદ ખેલાડીઓને કવોરન્ટીન કરી આઈપીએલનું આયોજન કરવામાં આવી શકે છે.

(3:43 pm IST)