Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મીરાબાઇ ચાનુની મમ્‍મીએ આખી રાત જાગીને પ્રાર્થના કરી હતીઃ ગોલ્‍ડ જીત્‍યા બાદ આખા ગામમાં જશ્નનો માહોલ

નવી દિલ્‍હીઃ મણિપુરની વેઇટલિફટર સૈખોમ મીરાબાઇ ચાનુ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ગોલ્‍ડ મેડલ જીતી એ સાથે ઇમ્‍ફાલ નજીકના તેના નોંગપોહ કાકચિંગ ગામમાં ઉત્‍સવનું વાતાવરણ છવાઇ ગયું હતુ.મીરાબાઇ ચેમ્‍પિયન જાહેર થઇ એની સાથે જ લોકો નાચવા માડયા હતા, ઢોલ-નગારાં વાગવા માંડવા હતાં અને ગામમાં મીઠાઇ વહેંચવામાં આવી હતી. મીરાબાંઇની બહેન, સગાંસંબંધીઓ અને પાડોશીઓએ તિરંગા સાથે જશન મનાવ્‍યુ હતુ અને પારંપારિક થબલ ચોંગ્‍બા નૃત્‍ય પણ કર્યુ હતુ.ટૉમ્‍બીદેવી પુત્રી મીરાબાઇની ઇવેન્‍ટની આગલી રાતે સૂઇ શકી નહોતી અને પુત્રી મેડલ જીતે એની ઇશ્વરને સતત પ્રાર્થના કરતી રહી હતી.

(4:06 pm IST)