Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

એક વર્ષમાં ટી૨૦માં ૯ ઓપનીંગ જોડીના અજમાઇશ

દ્રવિડે અનેક ફેરફારો કરી સૌને ચોંકાવી દીધાઃ બેન્‍ચ સ્‍ટ્રેન્‍થના ખેલાડીઓનું સુપર્બ પર્ફોમન્‍સ

નવી દિલ્‍હીઃ રાહુલ દ્રવિડ ભારતીય ટીમના કોચ તરીકે જવાબદારી સંભાળી ત્‍યારથી ટીમ ઇન્‍ડિયામાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. દરેક સિરીઝમાં કયારેક ટીમ ઇન્‍ડિયાનો કેપ્‍ટન બદલાઇ રહ્યો છે તો કયારેક ભારતીય ટીમની ઓપનિંગ જોડી બદલાઇ રહી છે. ભારતીય ટીમે છેલ્લા એક વર્ષમાં ૯ ઓપનિંગ જોડી મેદાનમાં ઉતારી છ.ે  ઓસ્‍ટ્રલિયામાં આ વર્ષે યોજાનાર ટી૨૦ વર્લ્‍ડ કપમાં હવે માત્ર થોડા મહિના જ બાકી છે. આવી સ્‍થિતિમાં કોચ રાહુલ દ્રવિડ આટલા બધા ફેરફારો કરીને શું પ્રયોગ કરીને શું પ્રયોગ કરવા માંગે છે.

વેસ્‍ટ ઇન્‍ડિઝ સામેની પ્રથમ ટી૨૦ મેચમાં બધાને આશા હતી કે ઇશાન કિશન કેપ્‍ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. પરંતુ સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે આવ્‍યો હતો. આ નિર્ણયથી બધાને  આヘર્ય થયું. કિશનને પ્‍લેઇંગ ઇલેવનમાં પણ સામેલ કરવામાં આવ્‍યો ન હતો.

ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ પર ત્રણ મેચની ટી૨૦ શ્રેણીમાં, ઋષભ પંત કેપ્‍ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્‍યો હતો. પરંતુ વેસ્‍ટ ઇન્‍ડિઝ સામે તે ચોથા નંબર પર ઉતરી ગયો હતો.

જયારે ટીમ ઇન્‍ડિયાના સ્‍ટાર ઓપનર કેએલ રાહુલની ટીમ ઇન્‍ડિયામાં વાપસી થશે તો સૂર્યકુમાર યાદવે મિડલ ઓર્ડરમાં જવું પડશે. વેસ્‍ટ ઇન્‍ડિઝ સામેની પ્રથમ ટી૨૦ મેચમાં સૂર્યકુમાર યાદવ રોહિત સાથે ઓપનિંગ કરવા માટે આવ્‍યો હતો. તેણે પ્રથમ વિકેટ માટે ૪૪ રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ સૂર્યકુમાર મોટી ઇનિંગ રમી શકયો ન હતો. તેણે માત્ર ૨૪ રન બનાવ્‍યા હતા.

 

ટી૨૦માં ભારતની ઓપનિંગ જોડી

કેએલ રાહુલ-રોહિત શર્મા

કેઅલ રાહુલ- ઇશાન કિશન

રોહિત શર્મા- ઇશાન કિશન

ઋતુરાજ ગાયકવાડ-ઇશાન કિશન

સંજુ સેમસન-રોહિત શર્મા

દીપક હુડા- ઇશાન કિશન

ઇશાન કિશન-સંજુ સમસેન

રોહિત શર્મા-ઋષભ પંત

રોહિત શર્મા-સૂર્યકુમાર યાદવ

(4:08 pm IST)