Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

બોકિસંગમાં નિખત કવોર્ટરમાં, શિવા થાપા આઉટ

નવી દિલ્‍હીઃ વર્લ્‍ડ ચેમ્‍પિયન બોકસર  નિખત ઝરીન કોમનવેલ્‍થ ગેમ્‍સના લાઇટવેઇટ ૫૦ કિલોગ્રામ વર્ગમાં મોઝામ્‍બિકની હેલેના ઇસ્‍માઇલ બાગાઓને હરાવીને કવોર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ હતી. નિખતે હેલેનાને એટલા જોરદાર પંચ લગાવ્‍યા હતા કે રેફરીએ ૪૮ સેકન્‍ડ બાકી હતી ત્‍યારે મુકાબલો અટકાવવો પડયો હતો.

પુરૂષોમાં શિવા થાપાએ ભારતને નિરાશ કર્યુ હતું. તે ૬૩.૫ કિલોગ્રામ વર્ગમાં વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપના બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ સ્‍કોટલેન્‍ડના રીઝ લિન્‍ચ સામે ૧-૪થી હારી ગયો હતો. શિવા આ પરાજય સાથે સ્‍પર્ધાની બહાર થઇ ગયો હતો.

(4:12 pm IST)