Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

શાર્દુલ સિનીયર ટીમ સાથે જોડાશેઃ પહેલા ઇન્ડિયા-એ ટીમ સાથે જોડાવવાનો હતો

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ કોરોનાના નવા પ્રકાર 'ઓમિક્રોન'ના ડરને કારણે ભારતીય ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને દક્ષિણ આફ્રિકા ન મોકલવાનો નિર્ણય લીધો છે.  શાર્દુલને ભારત એ ટીમનો ભાગ બનવા માટે દક્ષિણ આફ્રિકા જવું પડ્યું હતું. તે ભારતની સિનિયર ટીમના કેમ્પમાં જોડાશે. 

  દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર, શાર્દુલ ઠાકુર આગામી થોડા દિવસોમાં દુબઈ થઈને દક્ષિણ આફ્રિકા જવાનો હતો.  પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ ચાન્સ લેવાના મૂડમાં નથી.  ખાસ કરીને જ્યારે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો દેશ પર મંડરાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ભારતીય ઓલરાઉન્ડર ૬ ડિસેમ્બરથી છેલ્લી ચાર દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકા એ સામે રમવાનો હતો.  દક્ષિણ આફ્રિકામાં ભારત એ ટીમમાં જોડાતા પહેલા, શાર્દુલને પણ મૂળ શેડ્યૂલ મુજબ ૩ દિવસ માટે કવોરેન્ટાઇન થવું પડ્યું હતું. 

(3:39 pm IST)