Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

છોકરાઓ આરામ કરો, આવુ થાય છે

ગાયકવાડે ધોની સાથેના સંસ્‍મરણો યાદ કર્યા

નવી દિલ્‍હીઃ  તાજેતરમાં ૭ બોલમાં  ૭ છગ્‍ગા ફટકારનાર ઋતુરાજ ગાયકવાડે ધોની સાથેના સંસ્‍મરણો યાદ કરતા કહ્યું કે મેચ હાર્યા પછી દરેક ૧૦-૧૫ મિનિટ માટે થોડા શાંત રહેતા હતા, પરંતુ માહી ભાઇ પ્રેઝન્‍ટેશનમાંથી પાછા આવતા હતા અને અમને કહેતા હતા. યુવાઓ આરામ કરો, આવુ થાય છે. જીતો કે હાર, ધોનીએ સુનિતિ કર્યુ કે ટીમનું વાતાવરણ એક જેવુ જ રહે. હા, નિરાશા ચોક્કસ હતી, પણ નકારાત્‍મકતા નહોતી.

ગાયકવાડે કહ્યું, ‘મેચ હાર્યા પછી દરેક ૧૦-૧૫ મિનિટ માટે થોડો શાંત થઇ જાય છે. ‘ પણ જો ધોનીભાઇની વાત કરીએ તો પ્રેઝન્‍ટેશનમાંથી આવ્‍યા પછી તે કહે છે, ‘છોકરાઓ આરામ કરો, આવું થતું રહે છે. માહી ભાઇ મીટિંગને થોડી ટૂંકી કરવાનો પ્રયાસ કરે છે. અને એ પણ નોંધે છે કે દરેક મેચ જીતવી શકય નથી.

(3:30 pm IST)