Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પાકિસ્‍તાનમાં ઇંગ્‍લેન્‍ડની અડધી ટીમ પેટના વાઇરસથી બીમાર

પાકિસ્‍તાનમાં શેડયુલ પ્રમાણે આજે શરૂ થનારી પ્રથમ ટેસ્‍ટ માટે ઇંગ્‍લેન્‍ડની ટીમ તૈયારી કરી રહી હતી એ દરમ્‍યાન ટીમના અડધા ભાગના ખેલાડીઓ સહિત બ્રિટિશ સ્‍કવોડના ૧૩ થી ૧૪ જણ પેટના વાઇરસને લીધે બીમાર થઇ જતાં તેમણે હોટેલની રૂમમાં જ ભરાઇ રહેવું પડયું હતું. આ બીમારી ખોરાકી ઝેર કરતાં પેટમાં કોઇ વિષાણુંને લીધે થઇ હોવાનું મનાય છે. પરિણામે પ્રથમ ટેસ્‍ટને ૨૪ કલાક માટે પાછળ ઠેલવાની વિચારણા થઇ રહી હતી. બીમાર પડેલા પ્‍લેયર્સમાં ખાસ કરીને  કેપ્‍ટન બેન સ્‍ટોક્‍સ, જેમ્‍સ એન્‍ડરસન, જો રૂટ અને જેક લીચ સામેલ હતા. રૂટની તબિયત સારી થઇ ગઇ હતી.

(5:45 pm IST)