Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

આપણે સિરીઝ હાર્યા, પણ ઘણાં પોઝિટિવ્‍સ મેળવ્‍યાં : રવિશાષ્ત્રી

ભૂતપૂર્વ હેડ-કોચ ખાસ કરીને ગિલ અને ઉમરાન મલિકના પર્ફોર્મન્‍સથી ખૂબ પ્રભાવિત

શુભમન ગિલે વન-ડે ઓપનિંગમાં ભારતને સારી આશા અપાવી. આવતા વર્ષે ભારતમાં વન-ડેનો વર્લ્‍ડ કપ રમાવાનો છે.

ન્‍યુઝીલેન્‍ડમાં ભારત પહેલાં હાર્દિક  પંડયાના સુકાનમાં રમાયેલી ટી૨૦ સિરીઝ  વરસાદનાં વિઘ્‍નો વચ્‍ચે ૧-૦થી જીત્‍યું અને ત્‍યાર બાદ ગઇ કાલે ફરી મેઘરાજા નડયા, વન-ડે સિરીઝનો નીરસ અંત આવ્‍યો અને એમાં શિખર ધવનની કેપ્‍ટન્‍સીમાં ભારતની ૦-૧થી હાર થઇ. જોકે ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાષાીનુ ખાસ કરીને વન-ડે શ્રેણી વિશે કહેવું છે કે ભારત સિરીઝ હાર્યુ એમાં પણ આપણે ઘણું બધું પોઝિટિવ કહી શકાય એવું મેળવ્‍યુ છે.

ગિલને ઘણું એક્‍સપોઝર મળ્‍યુ

શાષાી ખાસ કરીને ઓપનર શુભમન ગિલ અને ફાસ્‍ટ બોલર ઉમરાન મલિકના પર્ફોર્મન્‍સથી પ્રભાવિત થયા છે. તેઓ શ્રેયસ ઐયર અને વોશિંગ્‍ટન સુંદરના પર્ફોર્મન્‍સથી પણ ખુશ છે. તેમણે કહ્યું કે ‘શ્રેયસ બે મેચમાં સારૂ  રમ્‍યો. ક્રીઝ પર ટકી રહેવાની અને કઠીન સમયનો સામનો કરવાની શ્રેયસની ગજબની ક્ષમતા જોવા મળી. સૂર્યકુમાર યાદવ તો ટેલન્‍ટેડ બેટર છે જ, ખાસ કરીને ઓપનર શુભમન ગિલનો પર્ફોર્મન્‍સ મને ખૂબ ગમ્‍યો.  ભારતીય ટીમને ન્‍યુઝીલેન્‍ડ વારંવાર જવા નથી મળતું અને એમાં પણ ત્‍યાંની અનોખી પરિસ્‍થિતિમાં સારૂં રમવું એ કોઇ નાનીસૂની વાત નથી. કિવી લેન્‍ડ પર ગિલને બહુ સારું એક્‍સપોઝર મળી ગયું.'

ઉમરાનની બોલિંગની માવજત જરૂરી

શાષાીએ એવું પણ જણાવ્‍યું કે ‘ઉમરાન મલિકમાં ઘણું પોટેન્‍શિયલ છે અને મને તેની બોલિંગ ખૂબ ગમી. તેની બોલિંગની માવજત કરાશે તો ટીમ ઇન્‍ડિયાને ઘણો ફાયદો થશે. ગઇ કાલની હાફ સેન્‍ચુરી (૬૪ બોલમાં ૫૧ રન)      સહિત વોશિંગ્‍ટન સુંદર પણ સારું રમ્‍યો.'

શુભમન ગિલે ત્રણ મેચમાં કુલ ૧૨૯ બોલનો સામનો કરીને ૧૦૮ રન બનાવ્‍યા જેમાં તેની એક હાફ સેન્‍ચુરી સામેલ હતી, ૫૦, અણનમ ૪૫ અને ૧૩ તેના ત્રણ મેચના સ્‍કોર હતા. શ્રેયસ ઐયરે એક હાફ સેન્‍ચુરી સહિત કુલ ૧૩૫ બોલમાં ૧૨૯ રન બનાવ્‍યા હતા અને ભારતીય બેટર્સમાં નંબર વન હતો. વોશિંગ્‍ટન સુંદરે ૮૮ રન બનાવ્‍યા હતા, જેમાં ગઇ કાલની હાફ સેન્‍ચુરી(૫૧ રન)નો અને પહેલી મેચના ત્રણ સિક્‍સર, ત્રણ ફોર સહિત બનાવેલા અણનમ ૩૭ રનનો સમાવેશ છે. ઉમરાન મલિકે બે ઇનિંગ્‍સમાં કુલ ૯૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

(5:49 pm IST)