Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નટરાજનને મળી ભેટમાં કાર

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય યુવા ખેલાડીને નવીનકકોર મહિન્દ્ર થાર એસયુવી ગિફટ કરવાનું આનંદ મહિન્દ્રએ પ્રોમિસ કર્યું હતું. આ પ્રોમિસ મુજબ ટી. નટરાજનને મહિન્દ્ર થારને ડિલિવરી મળી હતી. કાર સાથેનો ફોટો ટ્વિટર પર અપલોડ કરીને નટરાજને ગાબા ટેસ્ટમાં પહેરેલું શર્ટ પોતાના ઓટોગ્રાફ સાથે રિટર્ન ગિફટ તરીકે આનંદ મહિન્દ્રને આપીને તેમનો આભાર માન્યો હતો. આઇપીએલ માટે નટરાજન ગઇ કાલે હૈદરાબાદ ટીમ સાથે જોડાયો હોવાની માહિતી ફ્રેન્ચાઇઝીએ ટ્વિટરના માધ્યમથી આપી હતી.

(3:17 pm IST)