Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ચેન્નાઇની ટીમમાં અનુભવી ખેલાડીઓની ભરમાર

ધોની, રૈના, રાયડુ, બ્રાવો, જાડેજા, કરન મેચનું પાસુ પલટાવી શકે : ગત સિઝનને ભૂલી આ વખતે જોમ જુસ્સાભેર ખેલાડીઓની નેટ પ્રેકટીસ

નવી દિલ્હી, તા. ર : ચેન્નઈ સુપર કિંગ્સ ગયા વર્ષે આશ્યર્યજનક રીતે નબળા પર્ફોમન્સ સાથે ટુર્નામેન્ટમાંથી સૌથી પહેલાં બહાર થઈ ગઈ હતી.

ચેન્નઈ પાસે સૌથી મોટી તાકાત છે એના અનુભવી સિનિયર ખેલાડીઓ, જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં મેચનું પરિણામ બદલવામાં સક્ષમ છે. વળી, ધોનીની  પ્રેરણાત્મક ઇમેજ અને રૈનાનું કમબેક ટીમને નવી ઊર્જા આપવા માટે પૂરતાં છે. ફેફ ડુ પ્લેસિસ, રૈના, ધોની, અંબાતી રાયુડુ, રવીન્દ્ર જાડેજા, સેમ કરેન, ન્યુ કમર મોઇન અલી અતે ખૂબ ઝડપથી ખીલી રહેલા ઋતુરાજ ગાયકવાડ સહિતની ચેન્નઈની બેટિંગ લાઇનઅપ ભલભલા બોલિંગ અટેક સામે મોટો સ્કોર બનાવવા સમર્થ છે. જયારે લુન્ગી એન્ગિડી, ઇન ફોર્મ શાદુલ ઠાકુર, કરેન, દીપક ચાહર સહિતનો  બોલિંગ અટેક ધુરંધર બેટ્સેમેનોને પજવી શકે છે.

ચેન્નાઇની સ્કવોડ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રેના, અંબાતી રાયુડુ, કે. એમ. આસિફ, દીપક ચાહર, ડ્વેઈન બ્રાવો, ફેફ ડુ પ્લેસિસ, ઈમરાન તાહિર, એન. જગદીશન, કર્ણ શર્મા, લુન્ગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, રવીન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરેન, આર. સાઈ કિશોર, મોઈન ખલી, કે. ગૌતમ, ચેતેશ્વર પુજારા, હરિશંકર રેડી, ભગત વર્મા, સી. હરે નિશાંથ.

(3:17 pm IST)