Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કોમેન્‍ટરી સાંભળીને હું વિશ્વનાથનો ફેન બનેલોઃ કપિલ દેવ

નવી દિલ્‍હીઃ ક્રિકેટ- લેજન્‍ડ કપિલ દેવે સદ્દગત હિન્‍દી કોમેન્‍ટેટર જસદેવ સિંહની ‘‘મૈં જસદેવસિંહ બોલ રહા હૂં'' ટાઈટલવાળી આત્‍મકથાને દિલ્‍હીમાં લોન્‍ચ કરતી વખતે કહ્યું હતું કે નાનપણમાં હું રેડિયો કોમેન્‍ટરી ખૂબ સાંભળતો અને એમાં ગુંડપ્‍પા વિશ્વનાથના વ્‍યકિતત્‍વ તેમ જ તેમની સ્‍ટાઈલનું જે વર્ણન કરાતું એ સાંભળીને હું તેમનો દીવાનો બન્‍યો હતો. થોડાં વર્ષો પછી મેં ખુદ તેમને મારી નજર સામે બેટિંગ કરતા જોયા હતા. કપિલ અને વિશ્વનાથ ઘણાં વર્ષ ભેગા રમ્‍યા છે.

(3:56 pm IST)