Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સંતોષ ટ્રોફી જીતવા બદલ કેરળની ટીમને આપશે UAEના બિઝનેસમેન એક કરોડ રૂપિયા

નવી દિલ્હી: સંતોષ ટ્રોફીની ફાઈનલ પહેલા, UAE સ્થિત મલયાલી ઉદ્યોગસાહસિક શમશીર વાયલીલે સોમવારે મલપ્પુરમમાં રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ જીતવા માટે કેરળ ફૂટબોલ ટીમને 1 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. શમશીર VPS હેલ્થકેરના ચેરમેન અને MD અને અબજોપતિ બિઝનેસમેન એમ.એ. યુસુફ અલીનો જમાઈ પણ છે.કેરળ તેનું સાતમું ટાઈટલ જીતવાનું લક્ષ્ય ધરાવે છે અને તે પશ્ચિમ બંગાળ સામે ટકરાવા માટે તૈયાર છે. શમશીરે કહ્યું, "કેરળને સંતોષ ટ્રોફીની ફાઇનલમાં રમતું જોવું ખૂબ જ આનંદદાયક છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મને આશા છે કે તેઓ ભારતીય ફૂટબોલની સૌથી પ્રખ્યાત ટ્રોફીમાંથી એક જીતવામાં સફળ થશે."

 

(7:03 pm IST)