Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

વર્લ્ડકપ ભારતમાં યોજાશે કે નહી ૨૮મીએ નિર્ણય

વર્લ્ડકપમાં ટીમો વધારવા ICCએ આપ્યુ ગ્રીન સીગ્નલઃ હવે વન-ડેમાં ૧૪ અને ટી-૨૦માં ૨૦ ટીમો ટકરાશેઃ વન-ડે વર્લ્ડકપમાં ફરીથી સુપર સિકસ ફોર્મેટ આવશે

નવી દિલ્હીઃ વિશ્વકપ સહિતની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળશે. ક્રિકેટ ટીમોમાં વધારો જોવા મળી શકે છે. ICC એ હવે વન ડે અને T20 વિશ્વકપમાં ટીમોને વધારવા પ્લાન અમલમાં મુક્યો છે. ICC ની મંગળવારે મળેલી બેઠકમાં વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી સહિતના આયોજનોની સાથે ટીમ સંખ્યા વધારવાની વાત પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ વર્ષ ૨૦૧૯માં વન ડે વિશ્વકપ ૧૦ ટીમો સાથે રમાડવામાં આવ્યો હતો. જેમાં હવે વધારો કરીને ટીમની સંખ્યા ૧૪ કરાશે. જેની શરુઆત ૨૦૨૭ ના વિશ્વકપ થી થઇ શકે છે. T20 વિશ્વકપની આગળની સિઝન માટે ૨૦ ટીમોની ફોર્મ્યુલા અપનાવાઇ શકે છે. ૨૦૨૪, ૨૦૨૬, ૨૦૨૮ અને ૨૦૩૦ દરમ્યાન રમાનારા વ્૨૦ વિશ્વકપમાં ૫૫ મેચોની ટુર્નામેન્ટ રમાશે. આગામી ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં ૧૬ ટીમો ભાગ લેનારી છે.

જ્યારે ૨૦૨૫ અને ૨૦૨૯ ની ચેમ્પિયન્સ ટ્રોફી ૮ ટીમો વચ્ચે રમાશે. આઇસીસી મહિલા ટુર્નામેન્ટનુ શિડ્યુઅલ પહેલા થી જ નક્કિ કરી દેવામા આવ્યુ છે. વિશ્વકપમાં ટીમો વધારવાનુ કારણ વર્લ્ડ વાઇડ ગ્રોથ વધારવા માટેનો પ્રયાસ ગણાવાઇ રહ્યો છે. આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ૨૦૨૫, ૨૦૨૭, ૨૦૨૯ અને ૨૦૩૧માં રમાનાર છે.

રિપોર્ટસ મુજબ વન ડે વિશ્વકપમાં ફરી થી સુપર સિકસ ફોર્મેટ લાવવા ઇચ્છી રહ્યુ છે. જે ફોર્મેટ વર્ષ ૧૯૯૯ થી લઇને ૨૦૦૭ સુધી વન ડે વિશ્વકપનો હિસ્સો હતુ. જોકે ૨૦૦૭ના વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમ ઝડપ થી બહાર થઇ ગઇ હતી. ત્યાર બાદ સુપર સિકસ ફોર્મેટ હટાવી દેવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ ૨૦૧૧ અને ૨૦૧૫ માં વિશ્વકપમાં ભારત કવાર્ટર ફાઇનલ મેચ રમ્યુ હતુ. આઇસીસી એ માન્યુ હતુ કે, વન ડે સુપર લીગનો ફાયદો થયો છે. જેના થી ક્રિકેટ એસોશીએટ દેશોમાં વિસ્તારવામાં મદદ મળી છે.

વન ડે વિશ્વ કપમાં ૧૪ ટીમોના નિર્ણય બાદ આઇસીસી એ T20 વિશ્વકપમાં ટીમોને વિસ્તારવા માટેની મંજૂરી આપી દીધી છે. આઇસીસી મુજબ વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૦ વચ્ચે દર વર્ષે T20 વિશ્વકપનુ આયોજન કરવામાં આવશે. વર્ષ ૨૦૨૧ T20 વિશ્વકપ ભારતમાં યોજાનારો છે. હાલમાં કોરોના મહામારીને લઇને સંકટ સર્જાયુ છે.

જોકે આઇસીસી ભારતમાં વિશ્વકપ યોજવાને લઇ ૨૮ જૂને નિર્ણય લેશે. જે દરમ્યાન નકિક કરાશે કે વિશ્વકપ ભારતમાં આયોજીત કરાશે કે વિદેશમાં. જોકે ટુર્નામેન્ટના આયોજક હકક બીસીસીઆઇ પાસે જ રહેશે એમ સ્પષ્ટ કર્યુ હતુ.

(12:58 pm IST)