Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગોલ્‍ડન વેઇટલિફટર અચિન્‍તાના ભાઇએ કહેલુ કે સ્‍પોર્ટસ સે ભી કેરીઅર બન સકતા હૈ

તેમના પિતાનું નાની વયે જ અવસાન થઇ ગયેલઃ માતા સિવણ કામ કરે છે

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગઇકાલે વેઇટલિફટીંગની ૭૩ કિલોગ્રામ ક્‍ૅટેગરીમાં આ રમતોત્‍સવના વિક્રમ સાથે ગોલ્‍ડ મેડલ જીતનાર અચિન્‍તા શેઉલી પાસે દેશને જે આશા હતી એ મુજબ તેણે પફોર્મ કરી દેખાડયું છે. તેણે આ સ્‍તર સુધી પહોંચતાં પહેલાં ઘણો સંઘર્ષ કર્યો હતો અને એમાં તેના પિતા અને ભાઇએ જે બલિદાન આપ્‍યાં હતાં એને તેણે વિજય બાદ ખાસ યાદ કર્યા હતા.ં

બંગાળના હાવડામાં રહેતો અચિન્‍તો નાનો હતો ત્‍યારે તેના મજૂર-પિતાનું અવસાન થયું હતુ અને પિતાએ પરિવારના ગુજરાન માટે ખૂબ મહેનત કરી હતી એને અચિન્‍તા નથી ભૂલ્‍યો. એક સમયે ખુદ અચિન્‍તા નથી ભૂલ્‍યો. એક સમયે ખુદ અચિન્‍તા મમ્‍મી અને ભાઇને મદદ કરવા સીવણકામ કરતો હતો અને એમ્‍બ્રોઇડરીનું કામ પણ કરતો હતો. જોકે અચિન્‍તાના મોટાભાઇએ વેઇટલિફટીંગની રમતમાં આગળ વધવાનું છોડી દઇને નાનાભાઇ અચિન્‍તાને ‘સ્‍પોટર્સ સે ભી કરીઅર બન શકતા હૈ' એવું એ ક દિવસ કહીને વેઇટલિફટીંગના સ્‍પોર્ટમાં આગળ વધવા તેને પ્રોત્‍સાહિત કર્યો હતો.

(3:10 pm IST)