Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી બની અકસ્માતનો શિકાર : સાઈકલિસ્ટ મીનાક્ષી ઇજાગ્રસ્ત થઈ

10 કિમીની સ્ક્રેચ રનમાં અકસ્માત સર્જાતા સાઈકલિસ્ટ પર એક હરિફની સાઈકલ ચાલીને નીકળી ગઈ

નવી દિલ્લી તા.02 : બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી અકસ્માતનો શિકાર બની હતી. જેમાં તેને ઇજાઓ પહોંચી હતી. બનવાની મળતી માહિતી મુજબ, ભારતની સાઈકલ સવાર મીનાક્ષી રેસ દરમિયાન ભયાનક અકસ્માતમાં સપડાઈ હતી.

બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં એક ભયાનક અકસ્માત થયો છે. 10 કિમીની સ્ક્રેચ રનમાં ભાગ લઈ રહી હતી. પરંતુ આ દરમિયાન તેનો અકસ્માત થયો હતો. એક હરિફની સાઈકલ તેના પરથી ચાલીને નીકળી ગઈ હતી. આ પહેલા રવિવારે પણ સાઈકલ રેસમાં અકસ્માત થયો હતો અને દર્શક પણ ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં મીનાક્ષી સાઈકલ પરથી પડીને લપસી ગઈ હતી અને ટ્રેકના કિનારે પહોંચી ગઈ હતી. ન્યૂઝીલેન્ડની બ્રાયોની બોથા પણ આ અકસ્માતની ઝપેટમાં આવી હતી. કારણ કે તેની સાઈકલ મીનાક્ષી ઉપર આવી ગઈ હતી. ત્યાર બાદ બોથા પરથી તેની સાઈકલ પડી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં જ તબીબો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને રાઈડરોને સ્પર્ધામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મીનાક્ષીને ત્યાંથી સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી.

(8:01 pm IST)