Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

IPL ૨૦૨૩ની હરાજીમાં કુલ ૯૯૧ ખેલાડીઓ સામેલ થશે

૨૩ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ કોચીમાં હરાજી થશે : ઓસ્‍ટ્રેલિયાના કુલ ૫૭ ખેલાડીઓ IPL ૨૦૨૩ની હરાજીમાં ભાગ લેશેઃ આ પછી દક્ષિણ આફ્રિકા બીજા સ્‍થાને છે

મુંબઇ,તા.૨ : ઈન્‍ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિઝન માટે ૨૩ ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ કોચીમાં હરાજી થશે. IPL ૨૦૨૩ની હરાજી માટે કુલ ૯૯૧ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં ૭૧૪ ભારતીય અને ૨૭૭ વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ વખતે હરાજીમાં ભાગ લેનારી વિદેશી ટીમો પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ ઓસ્‍ટ્રેલિયાના ખેલાડીઓ ભાગ લેશે. ઓસ્‍ટ્રેલિયાના કુલ ૫૭ ખેલાડીઓ IPL ૨૦૨૩ની હરાજીમાં ભાગ લેશે. આ પછી દક્ષિણ આફ્રિકા બીજા સ્‍થાને છે.

IPL એ હરાજી પહેલા ગુરુવારે મીડિયા એડવાઇઝરી જારી કરી છે. જેમાં હરાજીમાં ભાગ લેનાર ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. IPLએ જણાવ્‍યું કે ભારતના ૭૧૪ ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. જયારે વિદેશમાંથી ૨૭૭ ખેલાડીઓ હશે. આમાં ૧૮૫ કેપ્‍ડ ખેલાડીઓ છે. જયારે ૭૮૬ અનકેપ્‍ડ ખેલાડીઓ છે. તે જ સમયે, ૨૦ ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનો ભાગ છે. જો ભારતીય કેપ્‍ડ ખેલાડીઓની વાત કરીએ તો તેમાં ૧૯ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. ઇન્‍ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સીઝનનો ભાગ હતા તેવા ૯૧ અનકેપ્‍ડ ભારતીય ખેલાડીઓને હરાજીમાં સામેલ કરવામાં આવશે.

જો આપણે વિદેશી ટીમો પર નજર કરીએ તો, મોટાભાગના ઓસ્‍ટ્રેલિયન ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. ઓસ્‍ટ્રેલિયા પાસે ૫૭ ખેલાડીઓ હશે. જયારે દક્ષિણ આફ્રિકાના ૫૨ ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. એ જ રીતે અફઘાનિસ્‍તાનના ૧૪, બાંગ્‍લાદેશના ૬, ઈંગ્‍લેન્‍ડના ૩૧, આયર્લેન્‍ડના ૮, નામિબિયાના ૫, નેધરલેન્‍ડના ૭, ન્‍યુઝીલેન્‍ડના ૨૭, સ્‍કોટલેન્‍ડના ૨, શ્રીલંકા ૨૩, યુએઈના ૬, ઝિમ્‍બાબ્‍વેના ૬ અને ૩૩ ખેલાડીઓ વેસ્‍ટ ઈન્‍ડિઝ તરફથી. હરાજીમાં ભાગ હશે.

(10:45 am IST)