Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સફળ થવા પંત મનોમન સ્‍પષ્‍ટ રહે એ જરૂરી : સબા

વિકેટકીપર-બેટર રિષભ પંત થોડા સમયથી વાઇટ-બોલ ક્રિકેટમાં રન ન બનાવી શકતો હોવાથી અને ખાસ કરીને ન્‍યુ ઝીલેન્‍ડ સામેની તાજેતરની સિરીઝમાં તે નિષ્‍ફળ ગયો એને પગલે ચર્ચા થઇ રહી છે કે પંત ભારતની મર્યાદિત ઓવર્સ માટેની ટીમમાં હોવો જોઇએ કે નહી? આ સંબંધમાં ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે કહ્યુ છે, ‘આ લેફટ-હેન્‍ડ બેટરે લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં સફળ થવા ટેસ્‍ટ-સિરીઝ રમી લીધા પછી લિમિટેડ ઓવર્સમાં કેવી રીતે રમવું એ વિશે મનમાં પૂરી સ્‍પષ્‍ટતા કરી રાખવી જોઇએ.'

(6:06 pm IST)