Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કોહલીએ ઓસ્‍ટ્રેલિયન સ્‍પિનર્સ સામે અગ્રેસિવ બનવું જોઇશેઃ ઇરફાન

નવી દિલ્‍હીઃ બાંગ્‍લાદેશ સામેની સિરીઝમાં સ્‍પિનર્સ સામે રમવામાં વિરાટ કોહલીની બેટિંગમાં જે કચાશ જોવા મળી હતી એ ઘરઆંગણે ઓસ્‍ટ્રેલીયા સામે રમાનારી આગામી ટેસ્‍ટ-શ્રેણીમાં ન જોવા મળે એ માટે ભુતપૂર્વ ઓલરાઉન્‍ડર ઇરફાન પઠાણે ઉપાય બતાવ્‍યો છે ઇરફાને કહયુ કે કોહલીએ નેથન લાયન અને એશ્‍ટન એગર સામે થોડા અગ્રેસિવ અપ્રોચથી રમવું પડશેભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે ચાર મેચવાળી ટેસ્‍ટ-શ્રેણીની પ્રથમ મેચ ૯ ફેબ્રુઆરીએ નાગપુરમાં શરૂ થશે. ત્‍યાર પછીની ત્રણ ટેસ્‍ટ દિલ્‍હી, ધરમશાલા તથા અમદાવાદમાં રમાશે.

(3:24 pm IST)