Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં અનોખી ઘટનાઃ બેટ્સમેનનું બુટ સ્ટમ્પ ઉપર લાગ્યુ અને હિટ વિકેટ આઉટ થઇ ગયો

પલ્લેકેલે: ભારતમાં હાલ IPL ચાલુ છે. પરંતુ તેની ઝાકમઝોળથી દૂર શ્રીલંકામાં બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં એક અનોખી ઘટના જોવા મળી. જેની કોઈને કલ્પના સુદ્ધા ન હોય.

ખુબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો

વાત જાણે એમ છે કે આ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના પહેલા દાવ દરમિયાન બાંગ્લાદેશી બેટ્સમેન તૈજુલ ઈસ્લામ અજીબોગરીબ રીતે હિટ વિકેટ આઉટ થઈ ગયો. તૈજુલ ઈસ્લામનો આ હિટ વિકેટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બેટ્સમેન સાથે થયું આવું

બાંગ્લાદેશી બેટ્સમેન તૈજુલ ઈસ્લામ શ્રીલંકન બોલર સુરંગા લકમલના શોર્ટ બોલ પર બેકફૂટ પર જઈને ડિફેન્સ કરવાની કોશિશ કરવા ગયો. આ દરમિયાન તેનું જૂતું સ્ટમ્પ પર લાગ્યું અને તે હિટ વિકેટ આઉટ થઈ ગયો.

ક્રિકેટ ઈતિહાસમાં આ સૌથી અનોખી ઘટના

ક્રિકેટ ઈતિહાસમાં આ ઘટના સૌથી અનોખી ઘટના છે. બેટ્સમેનને ખબર જ ન પડી કે તેની સાથે શું થયું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પણ મજા લઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાએ પહેલા દાવમાં 242 રનની લીડ લીધા બાદ બીજો દાવ 9 વિકેટ પર 194 રન બનાવીને ડિક્લેર કર્યો હતો. બાંગ્લાદેશે પહેલા દાવમાં 251 રન કર્યા હતા. બાંગ્લાદેશના પહેલા દાવમાં ઓપનર તમીમ ઈકબાલે સૌથી વધુ 92 રન કર્યા.

(4:28 pm IST)