Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બીબીએલની આગામી ત્રણ સીઝન માટે સિડની થંડરના કોચ તરીકે રેવર બાયલિસ પસંદગી

નવી દિલ્હી: સિડની થંડરે ગુરુવારે બિગ બેશ લીગ (બીબીએલ) ની આગામી ત્રણ સીઝન માટે ટ્રેવર બાયલિસને ક્લબના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી. ઇંગ્લેન્ડે બેલિસની કોચિંગ હેઠળ તેમનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત તેની કોચિંગ હેઠળ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ટીમે બે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ખિતાબ જીત્યા અને સિડની સિક્સર્સે બીબીએલની શરૂઆતની સીઝન જીતી લીધી. બેલિસ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર શેન બોન્ડની જગ્યા લેશે, જેણે પારિવારિક કારણોને લીધે એપ્રિલમાં પદ છોડ્યું હતું.

(5:30 pm IST)