Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હાર્ડ લક કમલપ્રીત અમને તમારા ઉપર ગર્વ છે

કમલપ્રીત કૌરને બિરદાવતા સચિન-સહેવાગ

 નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં મહિલા ડિસ્ક થ્રો  ફાઇનલમાં   કમલપ્રીત કૌર મેડલ જીતવાનું ચૂકી ગઈ પણ તેણે દેશનું દિલ જીતી લીધું.   સચિન તેંડુલકરે ટોક્યોમાં કમલપ્રીતનું અભિયાન સમાપ્ત થયા બાદ લખ્યું હતું કે, ક્યારેક આપણે જીતીએ છીએ અને ક્યારેક આપણે શીખીએ છીએ. હાર્ડ લક કમલપ્રીત. અમને તમારા પર ગર્વ છે કે, તમે આટલા મોટા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. આ અનુભવ તમને ભવિષ્યમાં એક મજબૂત રમતવીર બનાવશે.  વીરેન્દ્ર સહેવાગે  લખ્યું, કમલપ્રીત હું તમારો ફેન બની ગયો છું. મેડલ નથી મળ્યો પણ કેવો અદભૂત પ્રયાસ છે. તમે ડિસ્કસ થ્રોમાં હજારો લોકોની રુચિ વધારી છે. તમને ટૂંક સમયમાં મેડલ પણ મળશે.

(3:03 pm IST)